Knowledge - Infinity Way




હમેશા કહું છુ કે કઇંક તો શીખતા રહો ક્યારેય એમ  ન બેસવું કે મને બધુ આવડે છે 

ગઇકાલે જ સુરત થી આવ્યો હતો અને આવતી કાલે Exam હતી તો ઘરે કામ  ચાલે એ જોવા બહાર નીકળ્યો હતો, થોડીવાર માં મારે Business Related ફોન આવ્યો તો હું વાત કરતો હતો ને કહ્યું 

I can’t Hear you properly, will call you at evening and if it’s urgent drop me msg, will reply you soon.

પછી ફોન કટ મૂક્યા પછી પેલા કામ કરનાર ભાઈ કહે સાહેબ કીધું હોત તો થોડીવાર મશીન બંદ કરી દેતો ને તમને સંભળાતું નતું બરાબર તો મે કીધું વાંધો નઇ એતો પછી કરી લઇશ,

પછી દેખરેખ રાખવા વાળા ભાઈ કહે shock લાગ્યો ને કે તમારી વાત સમજી ગયા મજૂર એટ્લે મે કીધું હા

એટ્લે એમણે કહ્યું આ Main English વાળા પછી પેલા 2 Civil Engineering ને આ છોકરીઓ Graduate એટ્લે તમે ભલે English માં કોઈ જોડે વાત કરશો તો પણ સમજી જશે,

આ પરથી  સમજી શકો કે Knowledge ક્યારેય Waste નથી જતું ક્યાક તો કામ લાગે છે