Golden Moment

 


દર વખત ની જેમ કઈક વધારે લાગે એટ્લે લખી લઉં જેનાથી મને વધારે સારું લાગે..

આજે સવાર થી જ કઈક અલગ લાગતું હતું રસ્તા માં 2 વાર અચાનક બ્રેક કરવી પડી મને એમ થયું બોવ દિવસે Activa પકડ્યું એટ્લે આવું થતું હશે એટ્લે બોવ ધીમે જ આવતો હતો કાલુપુર બ્રિજ પર આવતો હતો ત્યાં જ બાજુ વાળા કાકા સ્લીપ ખાઈ આશરે 10 ફૂટ ખેંચાઇ ગયા મારૂ ધ્યાન આસપાસ બધે જ હતું તરત જ સ્પીડ વધારી એમની નજીક જઈ મે Activa પાર્ક કરી એમને સીધા મારી બાજુ ખેંચી લીધા ને તરત જ બસ નીકળી ગઈ, આ સમય સૂચકતા મારા માટે મહત્વ ની હતી..

કાકા ને કઇ જ ભાન જ ન હતું પાણી આપ્યું બધા બસ વાળા ને જેમ તેમ બોલતા ત્યાં કાકા મને કહે બેટા તું ન હોત તો કદાચ અત્યારે હું ન હોત કહી રડી પડ્યા ને હાથ જોડવા લાગ્યા પછી ચૂપ કરાવી એમનું Address પૂછી એમના ઘરે મૂકી આવ્યો ત્યાં બધુ ખબર પડતાં એ લોકો જાણે હું એમના ઘર નો જ વ્યક્તિ હોય એમ વ્યવહાર કરવા લાગ્યા, આમ પણ 6 વાગી ગયા હતા એટ્લે હું નીકળી ગયો પણ ખબર નઇ  ઘરે કઈ રીતે આવ્યો એ મને જ ખબર છે

ઘરે આવી ને હેલ્મેટ કાઢી બેસી જ ગયો ને બધુ જ કહ્યું આંખ માં પાણી આવી ગયું કે કદાચ હું 10 second મોડા પડ્યો હોત તો શું થઈ જાત એ પણ મારી નજર સામે

એટ્લે મમ્મી એ કીધું તું હોય ત્યાં ખોટું ક્યાં થાય છે આતો ખુશી ની વાત છે કે કોઇની જિંદગી બચાવી..

સાહેબ મારા માટે તો આ Golden Moment કહી શકાય..


લાગણી નો ભૂખ્યો છુ,

એ જ્યાં દેખાય ત્યાં અટકી જવાય છે

#HK'sThoughts