એક નવો સબંધPhysiotherapy નો છેલ્લો દિવસ હતો પૂરો એક મહિનો dr. ને મળતા આખરે એ દિવસ પણ યાદ રહી જાય એવું થઈ ગયું,

કસરત પુરી કર્યા બાદ આખરે કહ્યું ધ્યાન રાખજો કામ કાજ કરવામાં, અને અચાનક એમનો અવાજ બદલાઈ ગયો કે કઈ બોલી જ ન શકાયું,

એટલે પૂછ્યું કે શું થયું તો એ Dr. બોલ્યા કે રોજ ની વાતો યાદ રહી ગઇ મને, ઘણું બધું શીખ્યો, અને ખાસ વાત કે તમે બીજાની માટે જીવવા કહો છો, અને કોઈને બચાવતા આજે મહિનો તમારે Physiotherapy માં આવવું પડ્યું ખૂબ જ મોટી વાત છે .

આ બોલતા તો એમની આંખ માં પાણી આવી ગયું, કે આતો થોડા માં પતી ગયું  બાકી ઘણું બધું થઈ જાત..


હવે મારે કહેવું પડ્યું કે હા..

કારણ કે selfish બની જીવીશું ક્યારેક તો અફસોસ થઈ જશે કે હું કોઈ ની માટે કંઈક કરી શકતો હતો તો પણ મેં ન કર્યું.

અને ભગવાન માં નથી માનતો પણ કુદરત માં માનું છું એટલે કે જે ભુલ કરીશું એ ભોગવવાની જ છે,

માટે પોતાની માટે જીવવાનું જ છોડી દીધું, બીજાની માટે જીવો જો તમે Honest હશો તો કુદરત બચાવી જ લેશે..

આખરે dr. પણ બોલ્યા..

You are Great.. 

આજ થી તમે મારા નાના ભાઈ..😍

નવો સબંધ મળી ગયો મને..