થોડો અલગ હું

થોડો અલગ પણ હું આવો છુ  



હંમેશા ની જેમ જ્યારે કઈ જ ન સમજાય ત્યારે લખવા બેસી જાઉં છું...

પોતાની આસપાસ રહેલા બધા જ લોકો ના જિંદગી ના બધા  જ નિર્ણયો લેનાર માણસ પોતાના માટે કેમ ક્યારેય વિચારી નથી શકતો..

Confused હંમેશા...

ખરેખર સાચું જ છે કારણ હું બોવ જ વિચારું છું...

 હું તો વાતો ને પણ ચાવી ચાવી ને વિચારું છું...

ક્યારેક એમ થવા લાગે સમાજ માટે હંમેશા કંઈક કરવા તૈયાર રહેતો માણસ જાતે જ કોઈનું ખોટું તો નથી કરી રહ્યો ને..

થોડા દિવસ પહેલા કહ્યું હતું કે..


ચાલ ને એક આંટો બહાર મારી આવીએ.

બહાર ની મુક્ત હવા ને માણી આવીએ..


આમ તો સ્થળ ક્યાં કોઈ પણ બાકી હવે ?

કોઈના દિલ સુધી લટાર મારી આવીએ.


બસ આ બાબત માં થોડો વધારે દોડી જાઉં છું..


હંમેશા ભીડ માં રહેવાનું થાય પણ જ્યારે કઈ કામ પડે તો ભીડ જ ગાયબ થઈ જાય છે..

જોરદાર છે ને.

ક્યારેક એમ થાય કે હું સાચો છું કે ક્યારેક એમ થાય તદ્દન ખોટો છું..

સ્વાર્થી થઈ વિચારી નથી શકાતું કે..

સ્વાર્થી બની વિચારું છું એટલે આવું છે..

સમજાય તો ઘણું છે..

ક્યારેક સમજવું નથી હોતું

અને ક્યારેક સમજવા નથી માંગતો..

વિચારો ના વમળ માં ખોવાઈ જાઉં છું કે પછી ક્યાંક અટકી જાઉં છું..

કોઈના લીધે ભલે હું દુઃખી થાઉં પણ મારા લીધે કોઈને દુઃખ ન થવું જોઈએ..

કદાચ આવા વિચાર પણ મને confused કરી મુકતા હશે...

બોલી નથી શકાતું ક્યારેક એટલે લખી લઉં છું..

હું અને મારી કલમ વાતો કરી લઈએ છીએ..

ક્યારેક ગુસ્સા માં બધું ઉથલાવવી નાખતો 

હવે ગુસ્સો આવતા મગજ ઉથલાઈ જાય છે...

સારું કરું કે સાચું કરું...

દુનિયા ને બદલું કે હું ખુદ બદલાઈ જાઉં...

કે પછી હંમેશા.

Confused. જ રહુ...