સંસ્કાર સિંચન        "પરિવારનું શાંતિદાયક અને સંવાદપુર્ણ વાતાવરણ અને વિવેકશીલ વ્યવહાર નાના બાળકોના સંસ્કાર સિંચનમાં મહત્વપુર્ણ ફાળો આપે છે.(પોતે જ ગોળ ખાતા હોઈએ  તો ગોળ ખાવો નહીં તે ઉપદેશ આપ્યા પછી ય તેની અસરકારકતા રહેતી નથી.પહેલાં પોતે ગોળ ખાવાનો બંધ કરવો પડે છે. એ કથા સૌને યાદ હશે જ).વડીલો અને પરિવારના સભ્યોનો પરસ્પર અને અન્ય સૌની સાથે સન્માનદાયક, વિવેકશીલ અને સૌજન્યપુર્ણ વાણી અને વર્તન વ્યવહારની ખુબ જ સારી અસર નાના બાળકો પર પડે છે. ધરે નાના બાળકો સમજી શકે તેવી રીતે મહાપુરુષોના જીવનના અનેક પ્રેરણાદાયી પ્રસંગોની તથા નિ:સ્વાર્થ સેવાની વાતોચીતો કરવાથી "સેવાભાવ, કર્તવ્યનિષ્ઠા અને સદભાવના"નું  વાતાવરણ નિર્માણ  થાય છે..નાના બાળકો સમય જતાં મોટા થઇ  જાય છે. બીજનું વાવેતર કર્યા પછી યોગ્ય માત્રામાં ખાતર અને પાણી પણ આપવા પડે છે,પછી છોડ થાય અને મોટું વૃક્ષ કે મબલખ પાક  થાય છે.કાળજી તો રાખવી જ પડે છે. આમ, માતાપિતા પણ બાળકોના સંસ્કાર સિંચન માટે સારો એવો સમય  આપે છે.તેથી  પરિણામ પણ સારુ આનંદદાયક જ મળે છે...."
                       (નરેન્દ્રભાઈ મોઢ)