ઈચ્છા કે શુભેચ્છાઓ


 
     "અન્ય  કોઈની પ્રગતિ અને વિકાસ થતો હોય ત્યારે  જો આપણને ઇર્ષા ન થાય અને ઉલ્ટાનો આનંદ થાય તો  સમજવું  કે  આપણે પણ સફળતા કે પ્રગતિ માટે  આપણે પણ એક દિવસ યોગ્યતા સાબિત કરીશું.."
     "શીખીશું,મહેનત કરીશું, ધીરજ રાખીશું અને નિષ્ણાત લોકોનું માર્ગદર્શન મેળવીશું અને ઈચ્છીત લક્ષ્યાંકો સિધ્ધ કરીશું... "
       "સૌની સુખાકારીમાં  હરખ અને આનંદની અનુભુતિ મેળવવાની માનસિક દષ્ટિ એ આપણાં પરિવારના સભ્યોમાં  પણ પ્રેરણાદાયી સિંચન કરે છે..અને આગળ વધવા માટે  સખ્ત પરિશ્રમ કરવાની ટેવ પણ પાડે છે.."
      *"સહેજ પણ ઈર્ષા વિના, અન્યની કદર અને સન્માન કરવાની ટેવ એ ખરેખર પ્રશંસનીય છે અને વિકાસ માટે  જરૂરી પણ છે......"*
       (નરેન્દ્ર ભાઈ મોઢ)