ફરી ક્યારે મળીશું..


અમુક સબંધો નું એવું જ હોય છે કે
એકવાર મળ્યા પછી ક્યારે મળીશું એવું હોય છે...
આજે મળીએ
કાલે દૂર
પણ કેટલું બધું મળી જાય છે...
કેટલીક યાદો અને કિસ્સા પણ
કેટલાયે વર્ષો સુધી મન માં છવાઈ જાય છે..

આપણે જે સમયે જ્યાં હોય
દિલ ખોલીને એ પળ ને જીવી લઈએ

પણ પછી ક્યારેક તો આખરી પળ હોય 
એમની સાથે.
યાદો ભેગી કરતા રહીએ છીએ.

જિંદગી મા મળવું અને 
દૂર થવું તો થતું જ રહેશે

જરૂરી હોય છે દરેક પળને
જીવી લેવું , હસી લેવું

ક્યારેક ફરી પાછા મળીશું
એજ સબંધ સાથે..

ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો..

                              : Hardik..