બે સિક્કા. ..કોઈ તમને એની પરેશાની કહે તો...
એની વાત દિલ થી સાંભળવી, તમારે એ સમજવું જોઈએ કે તમને એ સારા વ્યક્તિ માને છે એટલા માટે જ એ એના દિલ ની વાત કરે છે... 

નહી તો આ જમાના માં કોણ કોના પર વિશ્વાસ કરે જે પોતાના દિલ ની વાત શેયર કરે..??
કોઈ પણ સવાલ નો જવાબ એ કહી દે છે કે સામે વાળા સાથે તમારો સંબંધ કેવો છે..એક વ્યક્તિ બીજી વ્યક્તિ ને એમ પૂછે કે "કેમ છે"ત્યારે એ વ્યક્તિ કે વ્યક્તિ ચહેરા પર સ્માઈલ લાઈ ને કહી દે કે "મજા માં છું"પછી થોડા સમય પછી એજ વ્યક્તિ ને બીજી વ્યક્તિ પૂછે  "કેમ છે"??
તો તરત જ એ વ્યક્તિ એમ કહેશે યાર સાચું કહું મજા માં નથી મારે આ તકલીફ છે.. બહુ હેરાની સાથે એના મન નું દુઃખ કહી દે છે..
હવે તમે વિચારો કે આવું કેમ...?
બંને એ અલગ અલગ જવાબ કેમ આપ્યા.?
કેમ કે એ વ્યક્તિ ને પહેલા જે મળ્યા એ ખાલી હાઈ હેલો વાળા મિત્રો હતા...અને જે બીજા મળ્યા એ જ દિલ સાથે જોડાયેલા મિત્રો હતા, વિશ્વાસપાત્ર મિત્રો હતા.. ત્યારે પોતાની અંગત વાત કહી શકે..એટલે મિત્ર બનો તો એવા બનો કે સામેનું પાત્ર તમારી જોડે એનું દિલ ખોલી શકે...અને હંમેશા બીજા ને સાંભળવા નો પ્રયાસ કરવો જોઈએ.. સામેલા ની તકલીફ માં ઘટાડો થાય છે..બસ આટલું જ..
                                       

ગભરાયા વગર સંઘર્ષ કરતા રહો કેમકે
સંઘર્ષ દરમિયાનમાણસ એકલો હોય છે
સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે
#Hk’s Thoughts


પણ ક્યારેક એવું થાય છે કે આમ કોઈને વિશ્વાસ કરીને કહીએ એ વાત આખા ગામ માં ફેલાવતું ફરે એની પર પછી ક્યારેય વિશ્વાસ કરી શકાય નહીં...
ક્યારેક એવું પણ થાય છે કે ઘણા વ્યક્તિ હોય છે કાંઈક અલગ અને સારા દેખાઈ ને કોઈના વિશ્વાસ ને તોડે છે..
આવું social media માં ઘણું થાય છે કેટલાક લોકો ફેક આઈડી બનાવીને દરેક ની માહિતી લઈને અહીંયા થી ત્યાં કરી ગર્વ અનુભવતાં હોય છે, પણ એ ભૂલી જાય છે કુદરત હંમેશા આગળ જ હોય છે. એ ક્યારેય નહીં ભૂલે ઘણીવાર તો આનું ફળ મળતું હોય છતાં વ્યક્તિ સુધરતા નથી...
વાર્તા ના શીર્ષક પ્રમાણે બે સિક્કા જેવા હોય છે....
--Hardik K. Gandhi