એ હાસ્ય....


હાસ્ય એટલે એવી વસ્તુ જે દરેક સમસ્યા નું નિવારણ બની જાય છે
એનું એ હાસ્ય માં ઘણાં બધા નજીક ના આવી જાય છે જેનું હાસ્ય આપણા માટે જરૂરી હોય છે...

હા તમે હસતા રહો, હંમેશા ખુશ રહો એજ દિલ થી દુઆ હોય છે...

આ જે તમારું હાસ્ય છે ને એને
ક્યારેય બીજા કોઈના હાથમાં ન રાખતા
ના ક્યારેય કોઈને જવાબદારી આપતા,
એને તમારા ચહેરા પર લાવવા માટે
બસ આ તમારી જવાબદારી છે
બસ તમારું જ કામ છે.
કારણ કોઈની પર નિર્ભર રહેશો
તો દરેક વખતે હાસ્ય નઇ મળે
માટે હંમેશા નાની વાતો માં
ખુશીઓ શોધતા રહો,
આપણે ક્યારેય જાતે નથી કરતા કઈ
કે પોતાની ખુશીઓ જતી રહે..
બધા નઇ પણ થોડા હોય જ છે,
તમારા આ હાસ્ય માટે જવાબદાર...

ચાલો હું પણ જવાબદાર હોય તો થોડું હસી લો
અને હંમેશા હસતા રહો, હસતા જ સારા લાગો છો.  😊
:Hardik Gandhi..