એક ફ્રેન્ડશિપ



વર્ષ ૨૦૧૮ શિયાળા નો સમય હતો.એ સમયે હું મારા ખેતરે આટો મારવા ગયેલો.ત્યાં જઈ ને થોડી વાર બેસી ને મે મોબાઈલ હાથ માં લીધો ને ટ્વીટર ઓપન કર્યું..અચાનક એક છોકરી નું ટ્વીટ જોયું. ગુજરાતી નોતી એ પણ એના ટ્વીટ વાચતા ની સાથે થયું કે કોઈ ઘટના નો શિકાર બની હોય એવું લાગ્યું.મે આર્ટી આપી ને
ફોલો કરી એ છોકરી એ મને તરત ફોલો બેક આપ્યું.. બસ મારે એની સાથે ચેટ કરવાની કોઈ ઈચ્છા નોતી પણ એને કરેલું  ટ્વીટ વિશે જાણવાની ઈચ્છા હતી. હું એને ઓળખતો પણ નહિ એટલે તે દિવસે મે મેસેજ નાં કર્યો.બસ બીજા દિવસે થયું કે આજે તો પૂછવું જ છે કે કેમ આવું ટ્વીટ કર્યું..મે મેસેજ કરી ને એ
લિંક મોકલી.. એમનો તરત ગુડ મર્નિંગ નો મેસેજ આવ્યો.. મે પૂછ્યું કે તમારા ટ્વીટ જોઈ ને લાગ્યું કે તમે ઉદાસ હોઈ એવું લાગ્યું મને.. એ બોલ્યા નાં એવું કશું નહિ.. પણ મને તો વિશ્વાસ હતો કોઈ તો એવી વાત છે જે કહેવા નથી માગતા..બસ પછી એમની સાથે રોજ થોડી થોડી વાતો થતી.. ને એક વાર એમને  જીવન ની વ્યથા કહેવા માટે તૈયાર થઈ ગયા હોઈ એવું લાગ્યું..તે દિવસે એ બોલ્યા કે મારા લગ્ન થઈ ગયા હતા..બસ આટલું બોલી ને એ ચાલ્યા ગયા..બે દિવસ સુધી ટ્વીટર માં દેખાયા પણ નહિ. અચાનક એક દિવસ જ્યારે એ પોતાના રૂમ ની બારી પાસે થી છલાંગ લગાવી ને આત્મહત્યા કરવાનું વિચારી જ રહ્યા હતા કે
મારો મેસેજ એમને વાચ્યો.. હું સામે થી મેસેજ ઓછા કરતો એમને પણ એજ દિવસે કર્યો...( એમને એવું કહેલું કે જ્યારે તે મેસેજ કરેલ ત્યારે અચાનક એક એવી પવન ની લહેર આવી કે આત્મહત્યા કરવા રોકાઈ ગઈ..) બસ પછી એમને મારા મેસેજ નાં જવાબ આપવાના ચાલુ કર્યા..એમનો પરિચય આપ્યો..ને એક સાચા મિત્ર તરીકે પોતાની જીવન માં બનેલી બધી જ વ્યથા ઓ કહેવા માટે તૈયાર હોય એમ લાગ્યું.. એમને સામે થી નંબર માગ્યો .. મેં નંબર આપ્યો કે તરત એમને કોલ કરી ને પોતાના લગ્ન જીવન ની એક ઘટના કહી.. લગ્ન થયા ને પેલા જ દિવસે એમના પતી એમના રૂમ માં નોતા આવ્યા.. બસ આટલું કહી ને એ રડી ને ફોન કટ કર્યો.. મેં પણ
પછી કોલ નાં કર્યો.. અવાર નવાર મેસેજ માં વાતો થતી પણ મારે તો એમના જીવન વિશે જાણવું હતું.. 2 મહિના ઉપર થઈ ગયું ને મે પાછું એ લગ્ન જીવન વાળી વાત ને ઉખાડી..એમને ત્યારે કોઈ જવાબ ના આપ્યો કેમ કે એ દુઃખ અસહ્ય હતું.. બસ મેસેજ માં વાતો થતી પણ કોઈ ખાસ એમના વિશે નોતી થતી..5 મહિના જેવો
સમય વીત્યા બસ એક વાર એમને સામે થી કોલ કર્યો કે હું મારા જીવન ની બૂક લખી ને તને કુરિયર કરી દઈશ...પણ મારે એ જાણવાની ઈચ્છા વધારે હતી મે કહ્યું અત્યારે કહી દો તો મને પણ ખબર પડે કે તમારા જીવન માં તો એવી કંઈ ઘટના બની ને એટલા દુઃખી ને આત્મહત્યા કરવાનું પગલું ભરવા તૈયાર થઈ ગયેલા
બહુ જિદ કરી ત્યારે એમને કીધું કે મારા લગ્ન થતાં ત્યાર થી માંડી ને 6 મહિના સુધી મારા પતિ મારા રૂમ માં નોતા આવ્યા.મને બોલાવી પણ નોતી.હું આં વાત મારા ઘરના ને તો કહી નાં શકું ને. બસ 6 મહિના પછી મે મારા હાથ ની નશો કાપી નાખી હતી(ને આં નશો કાપેલા જે નિશાન હતા એના પિક મને મોકલ્યા હતા)
ત્યાર બાદ એને દવાખાને પણ લઈ ગયા ત્યારે એનો જીવ માંડ બચ્યો...એક પડોશી ની બહેન એ પૂછ્યું કે શું હતું તો આવું પગલું ભર્યું...ત્યારે તેને ઓલ વાત કહી..ને લગ્ન જીવન નો અંત આવી ગયો.. છૂટાછેડા થી.. છોકરાના મમ્મી ને ખબર હતી છોકરો બીજી છોકરી ને લાવવા માગે છે..પરંતુ છોકરા ને પરાણે લગ્ન
કરવા મજબૂર કરે છે ને એક છોકરી ની જીંદગી બગાડે છે.. એ છોકરી એ પોતાના બીજા લગ્ન કરવાની પણ નાં પડી હતી કે હવે જીવન માં કોઈને સ્થાન નથી આપવું..
આં લખેલી બધું જ સાચું છે... હાલ એ છોકરી ટ્વીટર મા નથી.. પણ અત્યારે એ ખુશ છે..કોઈ દુઃખ નથી હવે એના મન મા..
:ઘનશ્યામ.