જીવનના વિપરીત સમયમાં આપણી હિંમત, આપણી ઇરછા શક્તિ કોઈપણ પરિસ્થિતિને બદલી નાખે છે, હમણાં હાલમાં જ મેં એક એવી વાત જોઈ જેને હું આપની સાથે જરૂર શેર કરવા માગું છું. આ વાત છે મુરાદાબાદના હમીરપુર ગામમાં રહેનારા સલમાનની. સલમાન, જન્મથી જ દિવ્યાંગ છે. તેમના પગ તેમને સાથ નથી આપતા. આટલી મુશ્કેલી હોવા છતાં પણ તેમણે હાર ન માની અને પોતે જ પોતાનું કામ શરૂ કરવાનો નિર્ણય કર્યો. સાથે જ એ નિશ્ચય પણ કર્યો કે હવે તે પોતાના જેવા દિવ્યાંગ સાથીઓની મદદ પણ કરશે.
પછી શું, સલમાને પોતાના જ ગામમાં ચપ્પલ અને ડિટર્જન્ટ બનાવવાનું કામ શરૂ કરી દીધું. જોતજોતામાં તેમની સાથે દિવ્યાંગ સાથી જોડાઈ ગયા વાત તો એ છે કે સલમાને, સાથી નોને પણ પોતે જ ટ્રેઇનિંગ આપી.
અહીં એ પણ તમારે નોંધવું જોઈએ કે સલમાનને પોતાને ચાલવામાં તક્લીફ હતી પરંતુ તેમણે બીજાને ચાલવાનું સરળ બનાવનારા ચપ્પલ બનાવવાનો નિર્ણય કર્યો. ખાસ વાત તો એ છે કે સલમાને, સાથી દિવ્યાંગજનોને પણ પોતે જ ટ્રેઈનિંગ આપી. હવે આ બધા મળીને manufacturing ની સાથે marketing પણ. પોતાની મહેનતથી આ લોકોએ, ન માત્ર પોતાના માટે રોજગાર સુનિશ્ચિત કર્યો પોતાની કંપનીને પણ નફો કરતી કરી દીધી. હવે આ લોકો સાથે મળીને આખા દિવસમાં દોઢસો જોડી ચપ્પલ તૈયાર કરી લે છે. એટલું જ નહીં, સલમાને આ વર્ષે 100 વધુ દિવ્યાંગોને રોજગારી આપવાનો સંકલ્પ પણ લીધો છે. હું આ બધાની હિંમત, તેમની ઉદ્યમશીલતાને, સલામ કરું છું.
પ્રતિલિપિ