હે જિંદગી એકવાર તો મળી જો મને.




ચાલતી જાય છે
ચાલતી જાય છે...

હું ક્યારનો બોલાવું છું 
થોડું સાંભળી તો જો.

મેં કેટલા પત્ર લખ્યા
કોઈ જ જવાબ નહીં...

ક્યાં ગઈ ?ક્યાં છે?
ક્યારે આવીશ..

બહાના તો હંમેશા તૈયાર જ હોય છે તારે,
માની લીધું કાલે આવીશ 
પણ તારે કાલ થાય છે?

શુ હું યાદ નથી તને ?
શુ ભૂલી ગઈ છે ?

એક યાદ મોકલી હતી
પણ સંદેશ ન આવ્યો..

પણ તું ન આવી..
એક દિવસ સંદેશ આવ્યો...

હું આવીશ...કાલે
પણ રોજ જેવું જ રહ્યું...

હું ઘર સુધી પણ આવું..
હે જિંદગી એકવાર તો મળી જો મને.

:Hardik Gandhi