ઇચ્છાઓના શ્વાસ

વેરાઈ ગયેલી, વિખેરાયેલી,અધકચરી
આપણી નિષ્ફળ મુલાકાત !
તો પણ જેમ સદીઓનો  ઇંતજાર કરું

આંગળી પર સ્પર્શ આભાસી..
મનગમતી તારી એ વાતો
એને હજુ પણ પમ્પપાડયાં કરું

હથેળી પર પડેલા
તારા હાથની આભાસી છાપને..
 પીગળી રહેલી એ સાંજમાં,
તારી યાદોની  કેદમાં જીવ્યા કરું

ઈચ્છાઓ બારણા ખખડાવે
 કે તુરંત  આગોશમાં
વીંટાળી દઉં
એ મખમલી ઈચ્છાને,

પણ કેમ કરી વીંટાળું
તને મળવા માંગતા
આ તીવ્ર શ્વાસ ને

હજુએ ઇચ્છાઓના શ્વાસ
એક ધબકાર ભૂલે છે ..!!
#ભૂમિકા