સાવન ફરી કહેવો હતો

યાદ  છે તને પહેલો સાવન કેવો હતો
તું પણ  ધોધમાર વરસતો કેવો હતો...

જાણે સદીઓથી તારી સૂકી હું ધરા હતી
 તું જાણે મને મળવા આવતો તેવો હતો

અજાણી મુલાકાત એ પણ અનોખી હતી
ત્યા કોઈ તહેવાર ઉજવ્યો હોય એવો હતો

આ સાવન ફરી મને ગમતો નથી જરા
આ ધરા ને  હજુ તને જ સહેવો હતો

સુકાઈ ને ખોટ પડી ગયા હવે મારા માં
 આવ્યો હોત તું, સાવન ફરી કહેવો હતો
#ભૂમિકા