જુઠી માયા

લાગણીહીન થઈ ગઇ હૂં
જ્યા શોધવા લાગણીઓ ગઈ

જૂઠી માયા મહોબ્બતમાં
કૂરબાનીઓ શોધવા ગઈ હુ

છળ કપટ પ્રપંચ શું કહૂં
મન પેટાળે ભરપૂર પડ્યૂં'તુ

દંભી પ્રેમની રાહોમાં હૂં
સચ્ચાઈઓ પામવા ગઈ

કંટકો પથરાયા હતા
ક્યાં હતી કોઈને ખબર

ખૂશ્બૂ પામવા ફૂલોની
વાદીઓ હૂં મેળવવા ગઈ

કંઈક પામવા ખોવું પડે છે કંઈક
ખબર મૂજને પછી પડી

જમીન પર બેઠાબેઠા આકાશની
ઊંચાઈઓ હૂં માપવા ગઈ

લાગણીહીન થઈ હૂં
લાગણીઓ શોધવા ગઈ
#ભૂમિકા