એક કબુતર પાળ્યું મેં...


આમ તો મને પક્ષીઓ ની બીક લાગે...
કારણ દર વખતે ચાંચ મારીને જ ઉડી જાય છે..
અને ક્યારેક ગાડી આગળ આવી જાય...

હું રોજ સવારે કબુતર ને દાણા નાખીને જ આગળ જઉં.
આ રોજ ની ટેવ પડી હતી..
પણ હવે તો કબુતર પણ ટેવાઈ ગયા આવતા જતા જોવે તો પણ ઉડતા ઉડતા આવી જાય.

ઘણીવાર તો racing કરતાં હોય એમ જોડે ઉડવા લાગે
ભલે ખુશ થતું એમ કરી હું મારી speed ધીમી કરી નાખતો...

આતો હતું રોજ નું પણ છેલ્લા એક અઠવાડિયા થી રોજ બારી પાસે આવીને ચાંચ મારે છે તો એક દિવસ મેં બારી ખોલી ને તો થોડું અંદર આવીને બેસી ગયું
બસ એને પણ ટેવ પડી ગઈ રોજ આમ કરે ચેક કરવા મેં ધ્યાન રાખ્યું નિશાની તો ખબર પડી રોજ આ એક જ આવી જાય છે..

છેલ્લા 3 દિવસ થી તો બારી ખોલું તો ખાલી ટેબલ પર આવી બેસી જાય..
ને હું બિસ્કીટ નો ભૂકો કરી મૂકી દઉં ને ખાધા કરે ને ઘુતરરર ઘુતરરર કર્યા કરે...
ને ગઈ કાલે તો ફાઈલો પર આવીને પેજ ખેંચે જાણે એને પણ કામ કરવું હોય...

ખૂબ જ મજા આવી હો..
આવી દુનિયા મા પણ જીવવાની...😍💞😘