સંબંધ અને સમજ -2

ફરી આજ રમકડું થઈ ને તરછોડે છે
જૂનું થતા સ્ત્રીને  કોઈ છોડે છે..

હા હજુ પણ આ મોર્ડન કહેવાતા જમાના માં લોકો સ્ત્રી ને દેવી, લક્ષ્મી , તો સમજે છે પણ દેવી ને દગો ને દુઃખ આપવાનું ભૂલતા નથી અને લક્ષ્મીના  સારા લક્ષણો ને ખરાબ ચિતરવાનું ભૂલતા નથી ..
આમ દુનિયામાં ચોતરફ નજર કરો તો બધા પુરુષ પોતાની જાત ને સિદ્ધપુરુષ તો માંની ને જ ફરે પણ જો ભૂલથી આસપાસ કોઈ સ્ત્રી નીકળે તો એના અંગ જોઈને ખરાબ નજર તો કરે ..
આટલું જ પૂરતું હોય તો ઠીક હતું પણ સીધા રસ્તે ચાલતી સ્ત્રી માટે અભદ્ર વર્તન કરતા પણ ઘણા જોયા છે ..
સ્ત્રી તમારી સાથે લગ્ન કરે ત્યારે એ સંપૂર્ણ જોઈએ ભલે પછી ખુદ ના અઢાર અંગ વાંકા હોય ..
શુ સ્ત્રી તમારા ઘરે આવે એટલે તમારી થઈ ગઈ ..?
તમે જે ઈચ્છો એ કરી શકો એની સાથે પણ એ કઈ ન કરવી જોઈએ એના મરજીથી ..
ભલે પછી પુરુષ લગ્ન કરીને પણ પરસ્ત્રી સાથે સબંધ રાખે અને એને કહે મારી ઘરવાળી ગમતી નથી..
ગમતી જ નોહતી તો રાખે કેમ ..?
અને રાખે તો એને જરા પણ છૂટ છાંટ નહિ ..
કારણ ફક્ત એટલું જ કે લગ્ન કરી લાવ્યા છો ..
છતાં પરસ્ત્રી પર હક કરો અને સમય જતાં એ  રમકડું જૂનું થાય તો એને પણ બદલી દો પણ હા ના ગમતી ઘરવાળી તો ત્યાને ત્યાં જ હોવી જોઈએને ..
શુ આજ આપડો મોર્ડન ને રૂઢિચુસ્ત સમાજ છે ..?


સ્ત્રી માત્ર સુખી દેખાય છે,
બાકી તો હજીયે હેરાન થાય છે,સ્વતંત્રતા તો કેવાની છે બાકી ,
હજી એજ લાજ ના ઘૂમટા તણાય છે,દિકરી આજકાલ દિકરી બની જ રાજી છે ,
બાકી નવી વહુ બનવા માં ક્યાં આનંદ થાય છે,એ તમારા માટે બધુ મુકીને આવે
એનાં જેવું બલિદાન હોઇ જ નાં શકે..
#ભૂમિકા