પથ્થર અને ફૂલ

નહતુ વિચાર્યુ એવો રોગ લગાવી ગયો
મુજ પથ્થર, ને ફૂલ સમજી એ રંગ લગાવી ગયો

બધા જ રંગો નીચોવી નાખ્યા મારા પર.
એ પથ્થર ને રંગવા ખુદ જીવ ગુમાવી ગયો,

રંગ ની અસર જ ઓછી લાગી હતી
ત્યાં તો સૂરજ નો તડકો પથ્થર પર આવી ગયો,

તડકાની નજર બહુ તેજ પડી..
એ ફૂલ ના બધા રંગ ઉડાવી ગયો..

 પથ્થર અને ફૂલ ભળે ખુદ માં
એ પહેલાં કોઈ કાળો કેર વરસાવી ગયો
#bhoomika