સવાલ નથી

હવે એનો કોઈ  સવાલ  નથી..
કે  એક પણ એની બબાલ નથી

આંખ એની ખાલી પાણી ભરેલ છે
પણ વરસતું હવે વહાલ નથી .

એક હોળી બની, પણ સળગે બધે છે
ક્યાંય ઊડતો હવે ગુલાલ  નથી .

રાત હમણા જ ગઈ વેદનાની છતાં ,
એમની આંખ થોડી પણ લાલ નથી .

આજ મનને વળી થયું, કઈ ખબર નથી
 આજ તારો ખયાલ એક રજ નથી

બગીચા ને તો બધા રાખે વાળ
કોઈ રણને દીવાલ નથી

આમ ઘણો તો સ્વમાની છે એ
છતાં વાતમાં તો કમાલ નથી .
#ભૂમિકા