અભદ્ર comments

વાત ઘણી જૂની પણ દર વખતે યાદ કરાવવી પડે છે,
એ વાત નો ઘણો અફસોસ છે મને..


જ્યારે કોઈ સુંદર દેખાતી છોકરી રસ્તા પરથી પસાર થતી હોય ત્યારે બાજુમાં ઉભેલા છોકરાઓના ગ્રૂપમાં કેટલીક અભદ્ર comments થતી હોય છે, આવા સમયે વિચાર આવે કે કોઈ છોકરી સ્વતંત્રતાથી રસ્તા પર ફરી પણ ના શકે?
નવાઈ તો મને ત્યાં લાગી કે આવી comments ઘણીવાર અમુક છોકરીઓ જ કરાવતી હતી..

આવું દરેક જગ્યા એ જોવા મળતું હોય છે સોશિયલ મીડિયા પર પણ આમ થતું હોય છે દરેક ને અટકાવવાના
બનતા પ્રયત્નો કરવા જોઈએ ...
એક અહેસાસ થશે કે ખોટું થતું અટકાવ્યું બાકી નવરા લોકોને કાઇ કામ ના હોય સુધારનાર સુધરી જાયને
અમુક કચરો હોય એ એઠવાડ જેવો કચરાપેટી માં જ શોભે...

 અમારા પોતાના ગ્રૂપમાં પણ આ જ સ્થિતિ જોતાં જ અમે ભેગા મળીને નક્કી કર્યું કે જે કોઈ આ પ્રકારની comments કરે તેને એ જ સમયે ગ્રૂપ માથી કાઢી નાખવા

અમારું ગ્રૂપ લીડિંગ ગ્રૂપ હતું માટે કોઈને નીકળવું ગમે નહીં માટે બધાએ આ પ્રકારની અભદ્ર comments કરવાનું છોડી દીધું.

અને ઘણાં બધાં ને અમે આમ દુર પણ કર્યા હતા, અમુક સુધરી ગયાં તો અમુક દુર થઈ ગયા.


એકલા ઉભા રહેવાનું પસંદ કરવું 

પણ આવા કચરા થી દુર રહેવું..
 મને ખબર છે કે આ પ્રશ્ન દુનિયાની બધીજ કોલેજો/સ્કૂલો અને જાહેર સ્થળોનો મોટામાં મોટો પ્રશ્ન છે માટે હું બધાને કહેવા માગું છું કે તમે પણ પોતાની માં-બહેન કે મિત્ર પર થતી આ અભદ્ર comments અટકાવો.....
:હાર્દિક ગાંધી