માણસ બહુ સ્વાર્થી હોય છે

"માણસ બહુ સ્વાર્થી હોય છે"તે પોતાના સ્વાર્થ માટે પોતાના પસંદગી ના સંબંધો પસંદ કરે છે......સ્વાર્થ ની સીધી પરિભાષા "મારો અર્થ"..
જે અર્થ માં આર્થિક પણ થઇ શકે છે અને સામાજિક પણ થઇ શકે છે.... જ્યાં હવે સ્વાર્થ નથી ત્યાં સંબંધો નું ભવિષ્ય પણ કોઈ નિશ્ચિત નથી હોતું..
તો એક બીજા ની સમજ નો સંબંધ પણ થોડો કમજોર જરૂર થઇ જાય છે..
નિશ્વાર્થ ના સંબંધ માં અમુક વ્યક્તિઓ નો દમ ઘુટવા લાગે છે... એમ વિચારે કે આના થી સંબંધ રાખી ને શુ ફાયદો.. અને ધીરે ધીરે નજર અંદાજ કરે છે અને પછી એક દિવસ એ આવા નિશ્વાર્થ સંબંધ ને તિલાંજલિ આપી દે છે..
એ વર્ષો ના નિશ્વાર્થ લાગણીઓ ના સંબંધ ને એટલા માટે છોડી દે છે કે વર્તમાન માં બનેલા નવા સંબંધ નું ભવિષ્ય મજબુત બને.. અને નવા બનેલા સંબંધ ને બહુ સારી રીતે નિભાવી શકે..આ બધી ઘટના ઓ થી અવસાદ નું નિર્માણ થાય છે.. જેના બચાવ માં નિશ્વાર્થ વ્યક્તિ એ પોતાની લાગણીઓ નું પોટલું વારી ને પોતાના રસ્તે પડી જવું જોઈએ..
પણ શું બધાજ સંબંધ સ્વાર્થ ના હોય છે...? આવો સવાલ મને જયારે જ્યારે હું નજર અંદાજ્ગી નો શિકાર બન્યો છું ત્યારે ત્યારે મને થયો છે..

Rajni Parmar