માનસિકતા બદલો....

માનસિકતા બદલો...."જેને તમે દેવી માનો છો એને તમે મંદિર મા જતા કઇ રિતે રોકી શકો..."

માસિક એક સરળ બાયોલોજીકલ પ્રક્રિયા છે અને હું તો કહું છું કે જીવન સર્જનના ભાગરૂપ પ્રક્રિયા છે.
તેનાથી આભડછેટ રાખવી ના જોઈએ પરંતુ તેને પવિત્ર માનવી જોઈએ.
મારા મતે પિરિયડ્સ એક શુદ્ધિકરણ પ્રક્રિયા છે જેમાં વધારાનું લોહી કુદરતના નિયમ પ્રમાણે શરીરમાંથી બહાર નીકળી જાય છે.
પરસેવો વળે તો શરમ નથી આવતી, બાથરૂમ જવું હોય તો પણ શરમ નથી આવતી તો પિરિયડ્સમાં શું કામ આવવી જોઇએ?

'ખૂણો પાળવો' આવું પહેલાંના જમાનામાં કહેવાતું હતું પણ હવે એ ખૂણો શું કામ પાળવો જોઇએ?
આમ તો મહિલાઓને જોઇએ એટલી સ્પેસ આપવામાં આવતી નથી તો પછી માસિકના સમયમાં અલગ સ્પેસ શું કામ?
આ સમયે ઓછું કામ કરીને શરીરને આરામ આપવો જોઇએ એવું કહેનારા લોકો આ મામલે બોદો બચાવ કરતા હોય છે.
મેં એક અવલોકન કર્યું છે કે નાના કરતા મોટા ગામ કે શહેરમાં આ બાબતે ઘણી જાગૃતિ છે.
આપણે ગુજરાતીઓ ઘણા મોડર્ન થયા છીએ પણ હજુ અંદરથી પણ મોડર્ન થવાની જરૂર છે."
થોડુ સમજી થોડુ સાંભળી ને મારા મત પ્રમાણે લખું છું...
#Hardik_Gandhi

#સ્વપ્ન_જડે_ત્યાં_સુધી