કુંઠિત સોચ . . .


હજુ પણ જે બદલાવ ની અપેક્ષા હું રાખું છુ એ મને જોવા નથી મળ્યો માટે એક જૂનો લેખ થોડી નવી વાત સાથે મૂકું છુ
 

કેટલાક લોકો ને ઘરેલુ તકલીફ હોય છે...
કેટલાક લોકો ને માનસિક કે શારીરિક તકલીફ હોય છે..
કેટલાક લોકો ને પ્રેમ ની તકલીફ હોય છે..
કેટલાક ને કોઈ સમજતું નથી હોતું..
કેટલીક પરેશાનીઓ અંદર ને અંદર દમ ઘૂંટતી હોય છે..

આ પણ વાંચો - 
માનસિકતા બદલો . . .

એટલે દરેક જણે બીજા સાથે એવું વર્તન કરવું કે કોઈ પોતાની વાત તકલીફ તમારી સાથે બેજિજક શેર કરી શકે.

અને બીજી વાત કે કોઈ તમને નથી સમજતું, કોઈ તમારી લાગણીઓ ને નથી સમજતું તમને નજર અંદાજ કરે છે.. 
તો તમે પણ એજ કરો થોડી તકલીફ થશે પણ પાછળ થી બધું સારું જ થશે.. 
જયારે એ વ્યક્તિ જોશે કે તમને એની કોઈ વાત થી ફરક નથી પડતો તો એ વ્યક્તિ પછી તમને તકલીફ આપવા નું છોડી દેશે..
તમે એવા લોકો પર તમારો સમય અને લાગણીઓ ને બરબાદ ના કરો જેમને એની કોઈ કિંમત જ નથી જે તમને રડાવે છે..

આ પણ વાંચો - 
ભૂલો અને માફ કરો . . .

સારું છે કે તમે એવા લોકો પર તમારી લાગણીઓ અને સમય ન્યોછાવર કરો 
જેને એની કિંમત છે જે સમજી શકે છે.. 
જે તમને પ્રેમ કરે છે.. 
જે તમારી લાગણીઓ નું સમ્માન કરે છે એનું સમ્માન તમે કરો...

આ પણ વાંચો - 
સબંધો . . .

કોઈ પણ સંબંધ માટે એક સારા શ્રોતા હોવું બહુ જરૂરી છે...
બસ આટલું જ.....

એક છોકરો પોતાનો ફોન સ્પીકર કરી ને પોતાની ફિયાન્સી સાથે વાત કરે અને બાજુ માં બેઠેલા ચાર દોસ્તો ચટકારા લઇ ને મજા લે,

આ પણ વાંચો - સ્વપ્ન . . .

આવું કેટલાય લોકો કરતા હોય છે. એ છોકરી ને તો ખબર પણ નથી હોતી કે એ જેના પર અતૂટ વિશ્વાસ કરે છે ખુબજ પ્રેમ કરે છે 
એજ વ્યક્તિ એમના સંબંધ ની ગરિમા ને ચાર લોકો વચ્ચે લજ્જીત કરે છે.. 
આ એક સ્ત્રી ના વિશ્વાસ ની હત્યા કહેવાય.

કુંઠિત સોચ " મિલ કે મજ્જે લેતે હૈ યાર"