ચાલ થામું હું હાથ તારો.......ચાલ થામું હું હાથ તારો અને તને,
સાત જન્મો સુધી મારી  બનાવી લઊં..

લાવ તારા હાથની મહેંદીમાં લખું નામ મારુ ,
અને તને મારાં જીવનમાં આજીવન લખી દઊં..

લાવ તારી આંખો નાં સ્વપ્ન આપ મને,
અને એને હું તારી માટે સાચા બનાવી આપું..

લાવ તારી આંખો નાં આંસુ આપ મને,
અને હું મારી હસીથી તારાં હોઠોને સજાવી દઊં..

લાવ સઘળાં દુખો આપ મને સાજન,
અને મારાં સુખોથી હું તારી જીંદગી ભરી દઊં..

ચાલ થામું હું હાથ તારો અને તને,
સાત જન્મો સુધી મારા ભીતર સમાવી લઉં.

: સ્વપ્ન ન જડે ત્યાં સુધી 
(From My Diary)